સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

વડીયામાં બનેલા પુલમાં થયેલો ભ્રષ્ટાચાર!

વડિયા તા.૩ : વડિયા મા છ માસ આસપાસ બનેલા પુલ ઉપર આર.સી.સી.રોડમાં ગાબડા પડવા લાગ્યા છે જે નજરે દેખાઈ રહ્યું છે લોકોમાં ભારે ચકચાર મચી રહ્યો છે કે આ આર.સી.સી.રોડ થયો છે. તેનું નબળું કામ સામે દેખાઈ રહ્યું છે માત્ર છમાસ માજ આર.સી.સી.રોડ બન્યો હોય તેવું લાગતું નથી. વડિયા સુરવોનદીની રેતી થી કરેલા લોટપાણી ને લાકડા નદીના પટની રેતી પુલ ઉપર પથરાયેલી સામે દેખાઈ રહી છે. માત્ર છ માસ માજ રેતી ઉપર વાહનો ચાલતા હોઈ તેવું વાહન ચાલકો અનુભવી રહયા છે છમાસ માજ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામું આવી ગયું છે જો આ રોડનું કવચ નબળું હોઈ તો અંદર તો લોટપાણીને લાકડા જ હશે તેવા લોકોમાં સવાલો અને શરતો નખાઈ રહી છે.

આ રોડનું સમાર કામ કરવામાં નહિ આવે તો આ નવાબનેલાં પુલમા થયેલો ભ્રષ્ટાચાર પબ્લિકની સામે આવશે તેવી લોકોમાં ચર્ચા ઓ થઈ રહી છે આ એક કરોડ ઉપરનાં ખર્ચે થયેલા પુલ અને પુલ ઉપરનાં આર.સી.સી.રોડનાં કામમાં ગાબડા થી શરૂઆત થઈ ગઈ છે હવે વડિયા ની પ્રજા ચોમાસાના વરસાદ ની રાહ જોઈ રહી છે કે હજુ ચોમાસા પહેલા આ હાલત છે તો ચોમાસા પછી કેવી દુર્દશા થશે આ પુલ ની મજબૂતી કેવી હશે જો આ.સી.સી.રોડ ની માફક હશે તો લોકોમાં નતનવા સવાલો ઉદ્દભવી રહયા છે જો આ કામ ની પુરી તપાસ કરી ને આ આર.સી.સી રોડની મરમત કરવામાં ન આવે અને એક વરસાદ વર્ષે તો પુલનાં કામ નો આર.સી.સી.રોડ ની જેમ ભ્રષ્ટાચાર લોકોની સામે આવે તેવી સ્થાનિક લોકો ચર્ચાઓ કરી રહયા છે અને ચોમાસાની ઋતુમાં સુરવોનદીની રેતી પાછી નદીમાં ભળે તે નજરે નિહાળવા માટે આતુરતા થી ગ્રામયલોકો રાહ જોઈ રહયા છે.

(11:27 am IST)