સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આઠમા સમુહ લગ્નનું આયોજન

૬ ફેબ્રુઆરીએ સમુહલગ્નઃ ૨૫ સુધીમાં નામ નોંધાવવા અપીલ

પ્રભાસપાટણ તા.૩: વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આઠમા સમુહલગ્નના આયોજન માટે જનતા સોસાયટી હીરણનદીના કિનારે એક મીટીંગ મળેલ હતી.

જેમાં સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઇ અને બહાલી આપવામાં આવેલ, સંસ્થાના વાર્ષિક હિસાબો રજુ કરેલા, સમુહલગ્ન માટે સંસ્થા દ્વારા જુદી-જુદી સમીતિઓ બનાવવાનું નક્કિ કરવામાં આવેલ તેમજ સમુહલગ્નની તા.૬-૨-૨૦૧૮ના રોજ નક્કિ કરવામાં આવેલ અને તે બાબતે સમુહલગ્ન નોંધણી તારીખ ૨૫-૧-૨૦૧૮ સુધી કરવામાં આવશે.

આ સમુહલગ્નમાં ૧૦૧ કન્યાઓનો ટાર્ગટ રાખવામાં આવેલ છે આ સમુહલગ્નમાં દહેજપ્રથા,વધામણા, ભેટપ્રથા અંદતર બંધ રાખવામાં આવેલ છે તેમજ ઘરે મોટા જમણવારના ખર્ચાઓ બંધ રાખવામાં આવેલ છે.

આ સમુહ લગ્નમાં તા.૧-૧-૧૭ થી ૩૧-૧૨-૧૭ સુધીમાં જે કોઇ કોળી સમાજના ગવરમેન્ટ સરકારી ક્ષેત્રોમાં જોડાયેલ હોય તેવાભાઇ બહેનોનું સમુહલગ્નમાં સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે વિરજીભાઇ જેઠવા,દેવાભાઇ ધારેસા, વિરેન્દ્રસિંહ ગઢીયા, લક્ષ્મણભાઇ ગઢીયા, દેવરાજભાઇ રાઠોડ, રામભાઇ સોલંકી, પરબતભાઇ બામણીયા, સુરેશભાઇ કામળીયા, જેસલભાઇ ભરડા, જેશલભાઇ વાજા નારણભાઇ ચારીયા, ભીખાભાઇ ખૂંટડ, સહિતના આગેવાનો મીટીંગમાં હાજર રહેલ આ મીટીંગ સમસ્ત કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઇ સરમણભાઇ સોલંકીના મધ્યક્ષ સ્થાને મળેલ હતી.

આ સમુહલગ્નમાં નોધણી માટે કોળીસમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા, જેશલભાઇ ભરડા, જેન્તીભાઇ વાયલુ, લખમણભાઇ ગઢીયા, દેવરાજભાઇ રાઠોડ, નારણભાઇ ચારીયા, જેશલભાઇ વાજા, કાન્તીભાઇ પંડીત, રાજુભાઇ બારૈયાનો સંપર્ક કરવો.

(11:19 am IST)