સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા ધારાસભ્ય ગીતાબા જાડેજાનો સન્માન સમારંભ યોજાયો : દાનકુંભ સ્વાભિમાનનું સેવા સન્માન

જામકંડોરણા : રાજપુત સમાજ તથા રાજપુત યુવા સમાજ દ્વારા ગોંડલ વિધાનસભાની ક્ષેત્રીય સમાજના સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા ધારાસભ્ય ગીતાબા જાડેજાનો સન્માન સમારંભ તથા દાનકુંભ સ્વાભિમાન સેવા કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત પ્રવચન તાલુકા પંચાયતના સદસ્ય દિગુભા જાડેજાએ કરેલ હતી. રાજપુત સમાજના પ્રમુખ  તેજુભા જાડેજાએ પ્રવચનમાં જણાવેલ કે તાલુકામાં સમાજની બંને સંસ્થા એક ટેબલ પર કામ કરે છે. યુવા ટીમ અમારા માર્ગદર્શન નીચે કામ કરે છે જેથી યુવાનોને સહકાર આપવા અપીલ કરેલ. રાજપુત યુવા સમાજના પ્રમુખ પ્રદયુમનસિંહ જાડેજાએ દાનકુંભ વિશે માહીતી આપી હતી. તેમજ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે દાનકુંભમાં સાચા અર્થમાં ભાગીદાર બહેનો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવેલ કે દાનકુંભએ છલકાવવા બદલ માતાઓ દિકરીઓને ધન્યવાદ પાઠવું છું લાલબાપુએ દીપ પ્રગટાવ્યો છે તો આપણે દિવેલ પુરવાનું છે દિવેલ પુરતા રહીશું તો દિપ કાયમ જલતો રહેશે સમાજના યુવાનોને ધન્યવાદ આપુ છુ અને માતાજીને પ્રાર્થના કરીએ કે સમાજના યુવાનોને બળ આપે અને મને સમાજે જે સહકાર આપેલ છે તે બદલ દરેકનો આભાર માનું છું. ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના હસ્તે દીપ પ્રાગ્ટય કરી શરૂ કરવામાં આવેલ  તેમજ વિધવા સહાય કીટનું લોન્ચીંગ ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવેલ  આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ, ચંદુભા ચૌહાણ, સમાજના પ્રમુખ તેજુભા જાડેજા, યુવા પ્રમુખ પ્રદયુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય દિગુભા જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા સહિતના તાલુકાભરના સમાજના આગેવાનો, સમાજના ભાઇઓ તેમજ  વિશાળ સંખ્યામાં બહેનો એ હાજરી આપી હતી અને ગીતાબા જાડેજાનું સન્માન કર્યુ હતુ.

(11:17 am IST)