News of Saturday, 3rd December 2022
વઢવાણમાં નગરપાલિકાના સફાઈ કામદારનો વિદાય સમારંભ
વઢવાણ : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કલ્યાણભાઈ રામજીભાઈ વાઘેલા વય મર્યાદાના કારણે નિવળત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સદસ્ય હિનાબેન ગાંધી, હંસાબેન વસવેલીયા, નિરવભાઈ દવે, હંસાબેન ઉદેશા, સફાઈ કામદારોના યુનિયનનાં પ્રમુખ મયુરભાઈ પાટડીયા,વી જી મારૂં, ભીખાભાઈ પાટડીયા સહિત મોટી સંખ્યામાં સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)
(11:48 am IST)