સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

મુન્દ્રા બંદરે ૩૦ કરોડના આયાતી કીવી ફળો જપ્ત: અખાદ્ય હોવાની આશંકા સાથે તપાસ

ખોટી માહિતી દર્શાવી દેશ અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહીની જરૂર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  ભારત સરકાર દ્વારા ઈરાનથી આવતાં કીવી ફળો અખાદ્ય હોવાને કારણે પ્રતિબંધ લગાવાયો છે. સરકાર દ્વારા ઈરાનથી આવતાં કીવી ફળોના અનેક સેમ્પ્લો લઈ તપાસ કરાતા તેમાં લોકોના આરોગ્યને નુકસાન કરતાં પેસ્ટિસાઇડ (રસાયણિક ખાતર) હોવાનું જણાતા તેના ઉપર પ્રતિબંધ છે. પરંતુ દિલ્હીના ૧૫ જેટલા આયાતકારો એ ચીલી, ઈટલી, ગ્રીસ જેવા દેશોનું નામ બતાવી ઈરાનથી ૪૦ કન્ટેનર મંગાવ્યા હોવાની માહિતીને આધારે તે સીઝ કરી કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. જોકે, આયાતકાર પાર્ટીઓ કીવી ફળો કયા દેશમાંથી આવ્યા છે એ બતાવી શક્યા નથી. તો, કસ્ટમ પણ આ કીવી ફળ ક્યાંથી આવ્યા છે એની વધુ તપાસ કરી રહ્યું છે.

(10:53 am IST)