સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

કચ્છના સાડાઉ ગામે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં રાજવી ઇલેવન ચેમ્પિયન

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કચ્છના મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગ્રુપ દ્વારા આયોજિત અખિલ કચ્છ પંચાયત ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૨ ની ફાઈનલ મેચ રાજવી ઇલેવન - અંજાર અને સમુન્દ્ર ઇલેવન ઝરપરા વચ્ચે રમાઇ હતી. જેમાં ટોસ રાજવી ઇલેવન અંજાર એ જીતીને ને પેહલા ફિલ્ડિંગ કરવા નો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સમુન્દ્ર ઇલેવન ઝરપરા એ ૧૨ ઓવર મા ૧૩૭ રન કર્યા હતા , આ સ્કોર ને ચેસ કરતી રાજવી  ઇલેવન ટીમએ ૧૧.૩ ઓવર મા ૧૩૭ રન ચેસ કર્યા હતા અને ફાઈનલ મેચ ને રાજવી  ઇલેવન અંજાર એ ૪ વિકેટ થી જીત પ્રાપ્ત કરી હતી અને ટુર્નામેન્ટ નિ ચેમ્પિયન ટીમ બની હતી ફાઈનલ મેચ નું મેન ઓફ ધ મેચ મોહિત ટાંક રહ્યા હતા જેમણે ફાઈનલ મેચ માં ૨૧ બોલ મા ૪૭ રન કર્યા હતા , તેમજ બોલિંગ મા ૩ ઓવર મા ૩ વિકેટ પ્રાપ્ત કરી હતી , ટુર્નામેન્ટ મા ખુબ સારો એવો પ્રદર્શન કર્યું હતું એવા ટુર્નામેન્ટ ના મેન ઓફ ધ સિરીઝ મોહિત ટાંક રહ્યા હતા, બેસ્ટ બેટ્સમેન અજીતસિંહ, બેસ્ટ બોલર પારસ ઠાકોર  રહ્યા હતા.

તેમજ ટુર્નામેન્ટ આખા નું લાઈવ પ્સ્કોરિંગ ક્રીક હીરોસ એપ્લિકેશન મા કરાયું હતું 

આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા અને ટુર્નામેન્ટ ના આયોજક એવા કાદરસા સૈયદ , વનરાજસિંહ જાડેજા, હરિભા ગઢવી  અને આયોજક ટીમ તેમજ  સાડાઉ ગામ ના લોકો ની સાથ સહયોગ થી ટુર્નામેન્ટ સફળ બની હતી. (તસવીર: હરીશ આહીર, અંજાર)

(10:48 am IST)