સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

જુનાગઢ ડો. સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીને રાષ્‍ટ્રીય કક્ષાની યંગ મોડો સ્‍પર્ધામાં સિલ્‍વર મેડલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩ : જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ સંસ્‍થાઓ શિક્ષણ ક્ષેત્રે તો પ્રખ્‍યાત છે જ પરંતુ સામાજિક કાર્યો અને રમતગમત ક્ષેત્રે પણ અવારનવાર ઝળકે છે. જે અંતર્ગત ડો.સુભાષ ર્નસિંગ ઇન્‍સ્‍ટિટયૂટ માં બીએસસી ર્નસિંગ માં તળતીય વર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી દર્શન દિનેશભાઈ ચોથાણીએ તાજેતરમાં નાંદેડમાં તારીખ ૨૮ થી ૩૦ જાન્‍યુઆરી દરમિયાન યોજાયેલ રાષ્‍ટ્રીય કક્ષાની યંગ મોડો સ્‍પર્ધામાં દ્વિતીય  સ્‍થાન પ્રાપ્ત કરીને સિલ્‍વર મેડલ મેળવી ડો.સુભાષ યુનિવર્સિટીઅને જૂનાગઢનું નામ રોશન કર્યું હતું. ૅયંગ મોડોૅ એક કરાટે અને જોડો નું મિશ્રણ ધરાવતી માર્શલ આર્ટ છે. દર્શન દિનેશભાઈ ચોથાણી કરાટેમાં દ્વિતીય ડિગ્રી સિલ્‍વર બેલ્‍ટ ધરાવે છે. ગત વર્ષ ૨૦૨૨માં પણ યોજાયેલ ૅયંગ મોડોૅ સ્‍પર્ધામાં તળતીય સ્‍થાન પ્રાપ્ત કરીને બ્રોન્‍ચ મેડલ મેળવ્‍યું હતું. દર્શન દિનેશભાઈ ચોથાણી ની આ સિદ્ધિ બદલ સંસ્‍થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા અને ડો. સુભાષ એજ્‍યુકેશન કેમ્‍પસ ના સમગ્ર કર્મચારીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્‍યા હતા

(2:27 pm IST)