સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

રાણાવાવમાં કરોડોના અનાજ ચોરી કૌભાંડમાં પુરવઠા વિભાગે ૬ હજાર પાના સાથેનો રીપોર્ટ પોલીસને સોંપ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: રાણાવાવમાં સરકારી ગોડાઉનમાંથી કરોડોના અનાજ જથ્‍થાની ચોરીના કૌભાંડમાં પુરવઠા વિભાગે ૬ હજાર પાના સાથેનો રીપોર્ટ પોલીસને સોંપ્‍યો છે. આ રીપોર્ટમાં પુરાવા સહીતની વિગતો સામેલ છે.

રાણાવાવમાં અનાજ ચોરી કૌભાંડમાં પુરવઠાના નાયબ મેનેજર ઉષા ભોંય, ઇન્‍ચાર્જ ગોડાઉન મેનેજર અશ્વીન ભોંય સહીત ૧ર આરોપીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પુરવઠા અધિકારી હીરલ દેસાઇએ ડીએસડી અનાજના કોન્‍ટ્રાકટર અને પી.એમ.લોજીસ્‍ટ નામની પરિવહન એજન્‍સીને કારણદર્શન નોટીસો ફટકારી છે. અનાજ ચોરી કૌભાંડમાં આ બન્ને એજન્‍સીઓને બ્‍લેકલીસ્‍ટ કરવી કે કેમ? તે અંગે ગાંધીનગરથી નિર્ણય લેવાશે. અનાજ ચોરી કૌભાંડમાં ભીનુ સંકેલવા પ્રયાસ થઇ રહયાની પણ ચર્ચા છે.

(2:27 pm IST)