સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd February 2018

ગારીયાધાર ન.પા. ચૂંટણી : કુલ ૧૩૭ ફોર્મ ઉપડાયા : ૧૩ ફોર્મ માત્ર મહિલાના

ગારીયાધાર, તા. ૩ : ન. પા. ચૂંટણીમાં ચોથા દિવસે ૩ર ફોર્મ ઉપડયા હતા. જેમાં ૭ વોર્ડના ભાજપના ૧ ઉમેદવાર સિવાય તમામ ઉમેદવારો દ્વારા રજૂ કરી દેવામાં આવ્યા હતા.

ગારીયાધાર ન.પા. ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ૩ર ફોર્મ ઉપડયા હતા. જેમાં ૧૩ મહિલા અને ૧૯ પુરૂષો દ્વારા ફોર્મ ઉપાડાયા હતા. જે કુલ મળી ૧૩૭ ફોર્મ ઉપડયા હતા.

ગઇકાલે ૧ ફોર્મ રજૂ થયું હતું જયારે આજે ૩પ  ફોર્મ રજૂ થયા હતા. જેમાં મળી કુલ ૩૬ ફોર્મ રજૂ થયા હતા. તેમજ ભાજપાના તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડીને રજૂ કરી દેવામાં આવ્યા હતા. જેમાં એક ઉમેદવાર સિવાય તમામ ર૭ ઉમેદવારોના ફોર્મ રજૂ કરી દેવામાં આવ્યા હતા.

(11:43 am IST)