સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

ધોરાજી વિસ્તારના નાના ગામડાઓમાં ભારે નિરસતા

બપોર સુધી સુસ્તી દેખાયા બાદ કુલ ૫૭.૧૬% મતદાન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨ : ધોરાજી ઉપલેટા તાલુકા વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. જેમાં પ્રથમ રાઉન્ડમાં પાંચ ટકા મતદાન બીજા રાઉન્ડમાં ૧૮.૨૨ ટકા મતદાન ત્રીજા રાઉન્ડના અંતે ૩૧.૨% મતદાન ચોથા રાઉન્ડ બાદ ૪૪.૯૩ ટકા મતદાન અને પાંચમાં રાઉન્ડના અંતે ૫૭.૧૬ ટકા જેવું મતદાન નોંધાયું હતું.

મતદાનમાં છેલ્લી બે કલાક મા થયેલ મતદાને આંકડાઓ વધાર્યા હતા સવારથી બપોર સુધી મતદાનમાં થોડી સુસ્તી દેખાતી હતી અને ખાસ કરીને નાના ગામડાઓમાં મતદાન પ્રત્યે નિરસતા હતી. આ ઉપરાંત શહેરના અમુક વોર્ડમાં મતદાન માટે લાઈનો લાગી હતી.

ધોરાજીમાં કે ઓ શાહ કોલેજ ખાતેના બુથ માં મહિલા બીએલઓ ને બદલે તેમના પતિ ફરજ બજાવતા હોવાથી કર્મચારી મહિલાઓ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બીજી તરફ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ માથાકૂટ કે અથડામણના સમાચાર મળ્યા નથી ધોરાજી પોલીસ દ્વારા તમામ મતદાન મથકે બંઓબસ્ત રાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એક અન્ય બનાવો પણ ધ્યાનમાં આવ્યો હતો ધોરાજીની અહેમદિયા સ્કૂલ ખાતેના બુથમાં અલ્તાફ શા ફકીર નામના મતદાર મતદાન મથકમાં તેલની કેટલી અને ગેસનો બાટલો લઈને મતદાન કરવા આવતા ભારે આશ્ચર્ય ફેલાવ્યું હતું જોકે બીએલઓ એ તેમને ગેસ નો બાટલો બહાર લઈ જવા માટે સમજાવ્યા હતા છતાં મત કુટીર સુધી કોઈ મતદાર ગેસનો બાટલો લઈ કેવી રીતે પહોંચ્યો તે પણ તપાસનો વિષય છે.

(1:26 pm IST)