સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

ટંકારાના છતરમાં ‘હિટ એન્‍ડ રન': કોળી પ્રોૈઢ રવજીભાઇ મકવાણાનું મોત

ઘરેથી હાઇવે નજીક ચા-પાનની કેબીને જતા'તા ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક બાઇકને ઉલાળી ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨: ટંકારાના છતર ગામ નજીક હિટ એન્‍ડ રનના બનાવમાં કોળી પ્રોૈઢનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ છતર રહેતાં અને ખેતી કરવા સાથે ચા-પાનની કેબીન ચલાવતાં રવજીભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.૫૫) નામના કોળી પ્રોૈઢ ગઇકાલે સવારે છએક વાગ્‍યે ઘરેથી ગામના હાઇવે પાસે આવેલી પોતાની ચા-પાનની કેબીને જઇ રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર રવજીભાઇને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે.

પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. ટંકારા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)