સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ

પડંવા, ભેટાળી, માથાશુરીયા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા

ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળના પડંવા, ભેટાળી, માથાશુરીયા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે.

પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યારે વેરાવળના આસપાસના ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ યથાવત છે.

(12:12 am IST)