ખંભાળિયા શહેરમાં 6 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો :સર્વત્ર જળબંબોળ:સ્થાનિક નદીમાં નવા નીર
ખંભાળિયાના ભાડથર, ભાટેલ, કેશોદ, સહિતના ગામોમાં વરસાદ : ભાડથરની સ્થાનિક નદી ગાંડીતૂર : માંઝા ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક નદી બે કાંઠે
ખંભાળિયા શહેરમાં 6 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. જ્યારે માંઝા ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.
ખંભાળિયા પંથકમા ધોધમાર વરસાદ થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં ભાડથરની સ્થાનિક નદી ગાંડીતૂર બની છે. જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા વરસાદના કારણે ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી છે. જ્યારે ખંભાળિયાના ભાડથર, ભાટેલ, કેશોદ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.