સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા યુવા પ્રમુખ તરીકે પરાગભાઈ મુંદડિયાની વરણી

પરાગ મુંદડિયા ધણા વર્ષોથી સામાજીક ક્ષેત્રે જોડાયેલા અને તેઓ આર ટી આઇ એક્ટીવિસ્ટ છે .ફોટો parag

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી સંગઠનમા પરાગભાઈ અંબારામભાઈ મુંદડિયા જીલ્લા યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે સતત પ્રજાના પ્રશ્ને લડત ચલાવતા યુવા અગ્રણીને મહત્વની જવાબદારી મળતા ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય રીતે સંગઠન મજબૂત કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા સંગઠનમાં યુવા ચેહરો અને ખ્યાતનામ પરાગભાઈ મુંદડિયાને જીલ્લા યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. પરાગ મુંદડિયા ધણા વર્ષોથી સામાજીક ક્ષેત્રે જોડાયેલા છે અને તેઓ આર ટી આઇ એક્ટીવિસ્ટ પણ છે તેમજ દરેક સમાજના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કાયમી કામ કરતા પરાગભાઈએ વધુ મજબુતાઈથી જનતાના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.

(10:32 pm IST)