News of Saturday, 2nd July 2022
વિસાવદરના આંબાજળ ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફલો: લોકોએ પ્રથમ વરસાદની મોજ માણી
સચરાચર મેઘમહેર વચ્ચે વિસાવદરમાં પણ 4થી 6 ઇંચ જેટલોભારે વરસાદ નોંધાયો
જૂનાગઢમાં સચરાચર મેઘમહેર વચ્ચે વિસાવદરમાં પણ 4થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અવકાશી વીજળીના કડાકા-ભડાકા અને મેઘાડંબર વચ્ચે મેઘરાજાએ અવિરત બેટિંગ કરી હતી. આથી પ્રથમ વરસાદમાં જ વિસાવદરના આંબાજળ ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફલો થયો હતો. એટલું જ નહી મેઘરાજાની સટાસટીને લઇને અનેક ગામોના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ લોકોએ રોડ પર નીકળી પડી પ્રથમ વરસાદની મોજ માણી હતી
(9:09 pm IST)