સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

દાતારના ડુંગર પરથી વહેતા ઝરણાનો અદ્ભૂત નજારો સર્જાયો :જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ઉપલા દાતારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ; વહેતા ઝરણાનો અદ્ભૂત નજારો લોકોએ નિહાળ્યો

જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ઉપલા દાતારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેવા લાગ્યા હતા. વહેતા ઝરણાનો ડુંગર પરથી આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. વરસાદ બાદ જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. દાતારના ડુંગર પરથી વહેતા ઝરણાનો અદ્ભૂત નજારો લોકોએ નિહાળ્યો હતો.

(9:08 pm IST)