સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ભાવનગરમાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા :લોકોમાં વધતો ફફડાટ

શહેરના આનંદનગર ,ગોકુલધામ ટોપ 3 પાસે ,શાકમાર્કેટ ,ઘોઘાગેટ, શિશુવિહાર સર્કલ ,આનંદનનગર, ભરતનગર વિગેરે વિસ્તારમાં કોરોનાના કેસો : જિલ્લામાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 87 થઇ

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે પણ 12 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર શહેરમાં કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં શહેરના આનંદનગર ,ગોકુલધામ ટોપ 3 પાસે ,શાકમાર્કેટ ,ઘોઘાગેટ, શિશુવિહાર સર્કલ ,આનંદનનગર, ભરતનગર વિગેરે વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં વલભીપુરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે .આજના કોરોનાના 12 કેસ બાદ ભાવનગર જિલ્લામાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 87 થવા પામી છે.

(7:59 pm IST)