સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ભાવનગરના મહુવામાં પોણો ઈંચ :વલભીપુર અને તળાજામાં છૂટોછવાયો વરસાદ

મહુવા વલભીપુર અને તળાજા સિવાય પણ અન્ય તાલુકામાં પણ વરસાદ પડ્યો નથી.

(વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :ગોહિલવાડ પંથકમાં આજે મહુવામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે વલભીપુર અને તળાજામાં  છૂટોછવાયો વરસાદ પડયો હતો. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે.
ભાવનગર શહેરમાં આજે મેઘરાજા વરસ્યા ન હતા. જિલ્લાના મહુવા વલભીપુર અને તળાજા સિવાય પણ અન્ય તાલુકામાં પણ વરસાદ પડ્યો નથી.
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગરના મહુવામાં 17.મી.મી. વલભીપુરમાં અને તળાજામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:56 pm IST)