સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જામજોધપુર માં છેલ્લી દોઢ કલાકથી ધોધમાર વરસાદ :જગતનો તાત ખુશખુશાલ

ગ્રામ્ય વિસ્તારોમાં ગીગણી ,સીદસર ગામે પણ વરસાદ પડ્યો: જામજોધપુરનો ખરાવાડ નીચાંણવાળો વિસ્તાર હોવાથી પાણી વહેતાં થયાં

( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામજોધપુર માં છેલ્લી દોઢ કલાકથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે .ધોધમાર વરસાદ જામજોધપુર પંથકમાં પડી રહ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં  ગીગણી ,સીદસર ગામે પણ વરસાદ પડ્યો છે,ખેડૂતોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે મેઘરાજા વરસતાં જગતનો તાત ખુશખુશાલ થયો છે અને જામજોધપુરનો ખરાવાડ વિસ્તાર નીચાંણવાળો વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં પાણી વહેતાં થયાં છે તસવીરોમાં જામજોધપુર ના વરસાદી દર્શયો નજરે પડે છે

(7:02 pm IST)