સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

અષાઢી બીજે જામનગરમાં ગોપાલક યુવા સંગઠન દ્વારા શોભાયાત્રા નીકળી

 જામનગર : જામનગર શહેરમાં કાલે અષાઢી બીજના તહેવાર નિમિત્તે ગોપાલક યુવા સંગઠન દ્વારા ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કડિયાવાડમાં આવેલાᅠ મચ્‍છુ માતાજીના મંદિરે સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ધ્‍વજારોહણ કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે શોભાયાત્રા નગર ભ્રમણ કરીને પંચેશ્વર ટાવર પાસે વંડાફળી વિસ્‍તારમાં આવેલા મચ્‍છુ માતાજીના મંદિરે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં ભરવાડ સમાજની સાંસ્‍કૃતિક રમતો, ઉપરાંત ગોપાલક સમાજના યુવક યુવતીઓ દ્વારા દાંડીયા રાસની રમઝટ બોલાવાઈ હતી, અને મોટી સંખ્‍યામાં ગોપાલક સમાજ ઉપસ્‍થિત રહ્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા પછીᅠ મચ્‍છુ માતાજીના મંદિરે તેમજ રાધે કૃષ્‍ણ મંદિરે ચાંદાધારના મૂળાબાપાની જગ્‍યાના પૂજય મહંતᅠ આંબા ભગત, હરીપર દેવાંગી આશ્રમના પરમ પૂજયᅠ માધવદાસ બાપુ, બાલંભડીના પૂજય કાનાભગત, જયારે મચ્‍છુ બેરાજાના મચ્‍છુ માતાજીની જગ્‍યાના મહંતᅠ મોરારદાસ બાપુની ઉપસ્‍થિતિમાં ધ્‍વજારોહણ કરાયું હતું. સાતોસાથ મહા આરતી અને મહાપ્રસાદનું પણ ગુર્જર સુથાર જ્ઞાતિની જગ્‍યામાં આયોજન કરવામાં આવ્‍યું હતું. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(2:09 pm IST)