સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

પોરબંદરઃ સગા પુત્ર અને પુત્રવધુએ લાખોની કિંમતની ખેતરની જમીન પચાવી પાડીને ધમકી આપી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર :  તાલુકાના અડવાણામાં ૮પ વર્ષ વૃધ્ધ બ્રાહ્મણ નાથાલાલ પરસોતમભાઇ થાનકીએ તેના સગા પુત્ર ભાવેશ નાથાલાલ અને પુત્રવધુ રમીલાએ ખેતરની લાખોની  કિંમતની જમીન પચાવી પાડીને બંન્નેએ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અડવાણામાં ૮પ વર્ષના નાથાલાલ પરસોતમભાઇ થાનકીના સગાપુત્ર ભાવેશ અને પુત્રવધુ રમીલાએ નાથાલાલ પરસોતમભાઇ થાનકીની લાખોની કિંમતની ખેતરની જમીન તથા ખેતરનું મકાન ઉપર ગેરકાયદે કબ્જો કરતા આ જમીન મકાન પરત આપવાનું કહેતા પુત્ર તથા પુત્રવધુએ નાથાભાઇને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

(2:07 pm IST)