સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

બરડા અને ઘેડ પંથકમાં સવારે ધોધમાર દોઢ થી બે ઇંચઃ પોરબંદરમાં ઝાપટા

બરડાના મોઢવાડા શિશલી કુણુવદર બાપોદર રામવાવ તથા ઘેડ પંથકના ગોસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૃ થતા ખેડુતો ખુશ

 

 

 

(પરેશ પારેખ દ્વારા, હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર : બરડા અને ઘેડ પંથકના ગામડાઓમાં આજે સવારે ધોધમાર વરસાદ શરૃ થતા સરેરાશ દોઢ થી બે ઇંચ વરસાદ પડી ગયો હતો. પોરબંદર શહેરમાં આજે સવારે હળવા ઝાપટા વરસ્યા હતાં.

બરડા વિસ્તારના મોઢવાડા, શિશલી, કુણુવદર, બાપોદર, રામવાવ તેમજ ઘેડ વિસ્તારના ગોસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારે ધોધમાર વરસાદ શરૃ થતાં ખેડુતોમાં ખુશી વ્યાપી ગઇ હતી બરડા અને ઘેડ પંથકમાં સવારે સરેરાશ દોઢ થી બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

પોરબંદરમાં ગઇકાલે બપોરે ૩૦ કિ.મી. ઝડપે પવન ફુંકાયેલ હતો. ત્યાર પછી ધીમી - મધ્યમ ગતિથી રાત્રી સુધી પવન ચાલુ રહયો હતો. આજે સવારે પવનની ઝડપ ૧૩ કિ.મી. રહી છે.

દરિયામાં ચોમાસાના કરન્ટ છે દરિયાકાંઠે રાત્રીના ૧૦ ફૂટ મોજા ઉછળ્યા હતાં. એરપોર્ટ હવામાન કચેરીએ પોરબંદર વરસાદ ર મીમી (૭૭ મીમી) નોંધ્યો છે. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ર મીમી (૭૭ મીમી) તથા કુતિયાણા ૪ મીમી (૯૧ મીમી) વરસાદ નોંધાયેલ છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩૩.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૭ મીમી હવાનું દબાણ ૧૦૦૩ એચ.પી.એ સુર્યોદય ૬.૧૩ તથા સુર્યાસ્ત ૭.૩૮ મીનીટ.

 

 

 

(2:04 pm IST)