સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

કેશોદ તાલુકા પંચાયતના ગોડાઉનમાંથી બે મહિલા અરજીના કાગળોના ૧૬ બાચકા ચોરી ગઇ

ધોળા દિવસે હાથફેરો કરીને બંનેસ્ત્રી ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રઃ કેશોદ તાલુકા પંચાયત કચેરીનાં ગોડાઉનમાંથી બે મહિલા અરજીનાં કાગળોનાં ૧૬ બાચકા ચોરીને નાસી જતાં ભારે ચકચાર જાગી છે.
કેશોદ તાલુકા પંચાયત કચેરીનાં ગોડાઉનમાં ગત તા. ર૯ જુનનાં રોજ દિન દહાડે બપોરના ૧૧-૪પ નાં અરસામાં બે ચોર મહિલા ખાબકી હતી.
ગોડાઉનમાંથી કૃષિ સહાય મેળવવા ખેડુતો તરફથી આવેલ અરજીનાં કાગળોનાં ૧૬ બાચકા ચોરીને બન્‍ને મહિલા નાસી ગઇ હતી.
આ અંગેની જાણ થતાં કર્મચારી સંગીતાબેન ભટ્ટે રૂા. ૪૦૦૦નાં મુદામાલની ચોરીની ફરિયાદ કરતાં પી.એસ.આઇ. એસ. એન. સોનારાએ તપાસ હાથ ધરી છે.

 

(2:02 pm IST)