સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ખંભાળિયામાં સવારથી ઝરમરીઓ વરસાદ : દ્વારકા કલ્યાણપુરમાં પણ ઝાપટા

ગઇકાલે ઘણા વિસ્તારોમાં વાવણી થઇ

ખંભાળીયા તા. ૨ : શહેરમાં આજે વહેલી સવારથી ઝરમરીયા વરસાદ સાથે બે ઝાપટા પડી ગયા હતા તો દ્વારકા જિલ્લાના દ્વારકા તથા કલ્યાણપુરમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા.

ગઇકાલે ખંભાળિયા પંથકમાં ૩ાા ઇંચ વરસાદ પછી ઉઘાડ નીકળતા તથા કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં પણ દોઢ-બે ઇંચ વરસાદ પડતા તથા હાલ વરસાદી વાતાવરણ હોય ગઇકાલે અષાઢી બીજના શુભ દિને મોટી સંખ્યામાં ખેડૂતો વાવણી કરવા લાગી ગયા હતા.  ગઇકાલે આખો દિવસ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર છાંટા જ પડતા તથા તડકો નીકળતા બાકી રહી ગયેલા અનેક ગામોના ખેડૂતોએ વાવણી કરીહતી તો કેટલાક ગામોમાં વધુ વરસાદ પડતા ત્યાં આજે વાવણીના શ્રીગણેશ થયા છે.

(1:58 pm IST)