સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ટંકારામાં અષાઢી બીજની રથયાત્રા ટંકારા

ટંકારાના માલધારી સમાજ દ્વારા મચ્છુ માતાજીના મંદિરે અષાઢી બીજની પુજા તથા ધ્વજારોહણ કરાયેલ. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનો પ્રારંભ મચ્છુ માતાજીના મંદિરે થી કરાયેલ. ટંકારાના  માલધારી  સમાજનાં સ્ત્રી પુરૃષો મોટી સંખ્યામાં જોડાયેલ. રથ યાત્રા દેરીનાકા રોડથી દયાનંદ ચોક, ધેટીયાવાસ, , ઉગમણાનાકા, લોવાસ, શ્રીલક્ષ્મી નારાયણ મંદિર વિગેરે વિસ્તારોમાં ફરેલ. ટંકારા પોલીસ દ્વારા સુંદર બંદોબસ્ત  ગોઠવાયો હતો. (તસ્વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા)

(1:46 pm IST)