સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

અમરેલી જિલ્લા માટે રૂા.૭૦૮.પ૦ કરોડના હાઇવે પ્રોજેકટને મંજુરી

સાવરકુંડલા તા.ર : રાજયના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદી તરફથી આપવામાં આવેલ અખબારી  યાદીમાં અમરેલી જિલ્લાને ભારત સરકાર તરફથી મહુા-બાઢડા કી.મી.પ૦.૪૮ નો માર્ગ ૧૦ મીટર પહોળાઇનો ઓવરબ્રીજ સાથે બનાવવા માટે રૂા.રપ૭ કરોડ અને બાઢડાથી અમરેલીનો માર્ગ ૧૦ મીટર પહોળાઇનો બનાવવા માટે રૂા.૪પ૧.પ૦ કરોડનું કામ મંજુર કરવામાં આવેલ છે. આમ એકંદરે અમરેલી જીલ્લામાં કુ. ૭૦૮.પ૦ કરોડના નેશનલ હાઇવે પ્રોજેકટને મંજુરી મળેલ છે જે જિલ્લાના વિકાસ માટે ખુબજ મહત્‍વના કામ હોય આ માટે જહેમત ઉઠાવતા સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયાનો આભાર વ્‍યકત કરતા સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઇ વેકરીયા, જિલ્લા કિસાન મોર્ચા મહામંત્રી અને એ.પી.એમ.સી.ચેરમેન દિપકભાઇ માલાીણ, પુનાભાઇ ગજેરા, શરદભાઇ ગૌદાની, લાલાભાઇ મોર, રાહુલભાઇ રાદડીયા, રાજુભાઇ દોશી, મનજીભાઇ તળાવીયા, કેશુભાઇ વાઘેલા, જિલ્લા ભાજપના શરદભાઇ પંડયા, સુરેશભાઇ પાનસુરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, વિજયભાઇ વાઘેલા, ચેતનભાઇ માલાણી, નીતીનભાઇ નગદીયા, મંગળુભાઇ ખુમાણ, જસુભાઇ ખુમાણ, જયસુખભાઇ કસવાળા, સતીષભાઇ મહેતા, બાબુલાલ કુબાવત, રસીકભાઇ ચાંદ ગઢીયા, જીતુભાઇ કાછડીયા, ચાંપરાજભાઇ ખુમાણ, મયુરભાઇ ખાચર, સહીત સાવરકુંડલા ભાજપ પરિવારે આવકારેલ અને આભાર વ્‍યકત કરેલ છ.ે

(2:16 pm IST)