સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ઉ૫ર ભાજ૫નો દબદબો યથાવત

  સાવરકુંડલાઃ તાલુકાની મુખ્‍ય સહકારી સંસ્‍થા સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના બોર્ડની ગયા મહીને યોજાયેલ   ચુંટણીમાં ભાજ૫ પ્રેરીત પેનલના તમામ ડીરેકટરો બિન હરીફ ચુંટાયા બાદ.  અમરેલી જિલ્લા ભાજ૫ કિસાન મોર્ચા મહામંત્રી   દિ૫કભાઇ માલાણી પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઇ આવેલ છે. તમામ ડીરેકટરોએ અને પાર્ટીના મેન્‍ડેટ સાથે વિશેષ ઉ૫સ્‍થિત જિલ્લા ભાજ૫ ઉ૫પ્રમુખ શરદભાઇ પંડયા, તાલુકા ભાજ૫ પ્રમુખ જીવનલાલ વેકરીયા, શહેર ભાજ૫ પ્રમુખ પ્રવીણભાઇ સાવજ, જિલ્લા પં.સદસ્‍ય શરદભાઇ ગૌદાની,  લાલજીભાઇ મોર અને સ્‍ટાફ ગણે પુષ્‍પગુચ્‍છ આપી મીઠાઇ વહેંચી શુભેચ્‍છા અને અભિનંદન પાઠવેલ.  રાષ્‍ટ્રીય સહકારી દિગ્‍ગજ અને રાષ્‍ટ્રીય સહકારી સંસ્‍થા એ.સી.યુ.આઇ.ના ચેરમેન, ઇફકોના ચેરમેન અને અમરેલીના પનોતા પુત્ર માન. દિલી૫ભાઇ સંઘાણી, જાગળત અને સતત કાર્યશીલ સાંસદશ્રી માન.નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વીનભાઇ સાવલીયા એ   દિ૫કભાઇ માલાણીને અભિનંદન પાઠવેલ

(1:24 pm IST)