સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ગોંડલમાં રાતા નાલામાં મારવાડી સ્‍કુલની બસ પાણીમાં ફસાતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા : બસ ડ્રાઇવરની બેદરકારી

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨ : ગોંડલ મા ગઇકાલ અષાઢીબીજ ના ત્રણ ઇચ તોફાની વરસાદ વરસતા કાશીવિનાથ રોડ પર આવેલા રાતાનાલા મા છાતી સમાણા પાણી ભરાતા રણછોડનગર,સહજાનંદ નગર,પંચવટી સહીત રામ સાર્વજનિક

 હોસ્‍પિટલ નો વાહનવ્‍યવહાર ઠપ્‍પ થવા પામ્‍યો હતો.

દરમ્‍યાન નગર પાલીકા પ્રમુખ -પ્રતિનિધિ પ્રવિણભાઈ રૈયાણી,કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા તથા સેનિટેશન ચેરમેન અનિલભાઈ માધડ સ્‍ટાફ સાથે દોડી જઇ સમારકામ શરૂ કર્યુ હતુ.આ આગેવાનો પાણી મા જઇ સ્‍ટાફ ની મદદે પહોચ્‍યા હતા.

દરમ્‍યાન મારવાડી સ્‍કુલ ની બસ ના ડ્રાઇવરે બેદરકારી દાખવી પાણી મા બસ નાખતા બસ ફસાઇ હતી.બસ મા બેઠેલા વિદ્યાર્થીઓ જોખમ મા મુકાયા હતા.સેનિટેશન સ્‍ટાફ તથા પ્રવિણભાઈ, ઓમદેવસિંહ, અનિલભાઈ સહીત ના આગેવાનો એ મહામુસીબતે બસ ને પાણી બહાર કાઢી વિદ્યાર્થીઓ નો બચાવ કર્યો હતો.

રાતાનાલા હેઠળ પાણી ભરાયા હોવા છતા બસ ડ્રાઇવરે ગફલત દાખવી વિદ્યાર્થીઓના જીવ જોખમ મા મુકયા હોય ચેરમેન અનિલભાઈ માધડે ડ્રાઇવર  નો ઉધડો લીધો હતો.રાતાનાલા પાસે એકઠા થયેલા લોકો પણ રોષિત બન્‍યા હતા.

વરસાદ થી રાતાનાલા,ઉમવાડા આશાપુરા અંડરબ્રિજ સહીત ઠેરઠેર પાણી ભરાયા હોય સેનિટેશન ટીમના કેતન મકવાણા,રવિ જોશી, ચંદાભાઇ સહીત ની ટીમ અનિલભાઈ માધડ ની આગેવાની હેઠળ પાણી ના નિકાલ માટે ત્‍વરિત કામગીરી હાથ ધરી હતી.

(1:16 pm IST)