સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જામકંડોરણામાં દોઢ ઇંચ વરસાદ પડતા ફોફળ ડેમમાં દોઢ ફુટ નવા પાણીની આવક

(મનસુખભાઇ બાલધા દ્વારા)  જામકંડોરણા, તા. ૨ : કાલે બપોરના ૧ વાગ્‍યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બે કલાકમાં ૩૦ મી.મી. વરસાદ પડી ગયો હતો. બાદમાં સાંજ સુધી ઝરમર વરસાદ ચાલુ હતો.
બપોરથી સાંજ સુધીમાં કુલ ૩૭ મી.મી. વરસાદ પડી ગયો હતો.આ સાથે મોસમનો કુલ વરસાદ ૯૬ મી.મી. થયેલ છે.
આ વરસાદથી તેમજ ઉપરવાસમાં સારા વરસાદના કારણે ફોફળ નદીમાં પૂર આવતા જામકંડોરણા તાલુકાને પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં દોઢ ફુટ નવા પાણીના આવક થતા ડેમની સપાટી હાલ ૧૧:૩૦ ફુટે પહોંચી છે.

 

(11:25 am IST)