સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

ડોકટરની પ્રામાણિક પ્રેક્ટીસ સાથે શુદ્ધ હ્રદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે : પૂ. અપૂર્વમુની.

BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ ડોક્ટરો માટે મેડીકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ : મંત્રી મેરજા સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

મોરબી : BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય સંતવિભૂતિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરબીના તમામ ડોક્ટરોની મેડીકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ સમાજના સર્જક એટલે ડોક્ટર. તેઓ પોતાના પ્રોફેશનને પરફેકટ બનાવી શકે, સાથે સાથે પોતાના સ્વજનોના સંબંધોને વધુ સારી રીતે સાચવી શકે તે આ મેડીકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ હતો.

કોન્ફરન્સની શરૂઆત પૂ. સંતો તથા વિવિધ ક્ષેત્રોઅગ્રણીઓ દ્વારા દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યાર બાદ મોરબીમાં રહીને સત્સંગ પ્રવુતી કાર્યકર્તા પૂ. હરિસ્મરણસ્વામિએ પ્રાસગિંક ઉધ્બોધ્નનો લાભ આપ્યો હતો ત્યાર બાદ પૂ.અપૂર્વમુનીસ્વામીએ પોતાની વિદ્વતા સભરશૈલીમાં ડોક્ટરોના પારિવારીક તેમજ વ્યવસાયક જીવનમાં આવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું જીવન સફળતા અંગે તો બધા વાતો કરે પણ નિષ્ફળતા મળે ત્યારે તેને કઈ રીતે મેનેજ કરવી તે અંગે જણાવ્યુ હતું.
પૂજ્ય અપૂર્વમુનીસ્વામીએ આર્ટ ઓફ કર્મા વિષય પર જણાવેલ કે પ્રામાણિક પ્રેકટીસની પ્રોફેશનમાં ખૂબ જરૂર છે. પ્રામાણિક પ્રેક્ટીસ સાથે શુદ્ધ હ્રદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે. વ્યસનમુક્ત અને ઈર્ષામુક્ત જીવન બનાવીએ. સફળતા અને નિષ્ફળતામાં સ્થિર રહેવા માટે મંદિરે જવું ખૂબ જરૂરી છે. ડોક્ટર્સ માટે મુખ્ય ચાર મુદ્દાઓ જરૂરી છે.શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજીક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય.કોન્ફરન્સના અંતિમ ચરણમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. અંતમાં ઉપસ્થિત ૩૫૦થી અધિક ડોક્ટર્સ તેમજ રાજકીય આગેવાનો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત ૧૫૦૦થી વધુ લોકોએ આદર્શ બનવાની પ્રેરણા લઈને વિદાય થયા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયા, ભાજપ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, કિશાન મોરચા કોષાધ્યક્ષ કે.કે. પરમાર, ભાવેશ કંજારિયા તથા
સિરામિક એસોસિએશનના હોદેદારો અને ઉધોગપતિ કિરીટભાઈ પટેલ, મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઈ ભાડજા, હરેશભાઈ બોપલિયા, કે.જી. કુંડારીયા,જગદીશભાઈ વરમોરા, અરવિંદભાઈ જીવાણી, મનુભાઈ ફેફર, ચતુરભાઈ પાડલીયા, ગીરીશભાઈ સુવારીયા, કિશોરભાઈ પટેલ તથાવિવિધ વિભાગના ડોક્ટર સેલના પ્રમુખો ડો.બાવરવા (IMA પ્રેસિડેન્ટ),પૂર્વ પ્રમુખ ડો.વિજયભાઈ ગઢીયા, ડો.હિતેશભાઈ પટેલ (ENT સર્જન),  ડો.ચિન્મયભાઈ ત્રિવેદી (ઓર્થોપેડિક), ડો.જયેશ સનારીયા(સ્કીન), ડો.ભાવેશ ઠોરીયા (ફિઝીયો), ડો.નિલેશ કાવર (હોમિયોપેથિક), ડો.જીતેશ દઢાણીયા(આયુર્વેદિક), ડો.પ્રમિત ભોરણીય (ડેંટિસ), RSSના અગ્રણીઓ ડો.જયંતિભાઈ ભાડેસિયા, જસ્મિનભાઈ હિંસું, દિનેશભાઈ હરિપરા, અમૃતભાઈ શેરશિયા, જયદીપભાઈ કંજારિયા, રાજુભાઇ વિરમગામા, ઉત્સવભાઈ દવે, દિલીપભાઇ કડેચા તેમજ મોરબીના બિલ્ડરો ભરતભાઈ બોપલિયા, સુભાષભાઈ દેત્રોજા, ડી.એલ. રંગપરિયા, શામજી રંગપરિયા, તેમજ લાઇન્સ ક્લબ ઇન્ટરનેશનલ રમેશભાઈ રૂપાલા, જીગ્નેશ રૂપાલા તથા મોરબી શિક્ષણ જગતના આગેવાનો મનોજભાઇ ઓગણજા, પી.ડી. કાંજીયા, હર્ષદભાઈ ગામી, નિલેષભાઈ કુંડારિયા સહિત લોકો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 am IST)