News of Saturday, 2nd July 2022
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ
ચરખા, ઉટવડ, કોટડા પીઠા, ચમારડી, કરિયાણા, નીલવડા, જીવાપરમાં વરસાદ: વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ચરખા, ઉટવડ, કોટડા પીઠા, ચમારડી, કરિયાણા, નીલવડા, જીવાપરમાં વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહિ છે. હીજી તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જુના સાવર, ઘોબા સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. સાથે જ જાફરાબાદના ટીંબી ગામે પણ વરસાદ ખાબક્યો હતો.
(12:38 am IST)