સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd May 2022

મોરબીના આંદરણા ગામે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ધારેશ્વર મહાદેવ મંદિરમાં મહારૂદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન.

પાંચ દિવસિય શિવ આરાધના સાથે મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.

મોરબી :  મોરબીમાં ૨ તારીખ થી ૬ મે સુધી આંદરણા ગામેધારેશ્વર મહાદેવના મંદિરમાં ભવ્ય “મહારુદ્ર યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચ દિવસિય શિવ આરાધના સાથે મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. જ્યાં આજે વિક્રમ સંવત ૨૦૭૮ વૈશાખ સુદ બીજના સવારે ૮:૩૦ કલાકથી શરૂઆત થઈ હતી.
પંચ દિવસય શિવ આરાધના મહારુદ્ર યજ્ઞનો સમય સવારે ૮:૩૦ કલાક થી સાંજના ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે જેમાં દૈનિક પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જયારે મહાપ્રસાદનું આયોજન ગુરુવાર તારીખ ૦૫ના રોજ સાંજે ૦૬ :૦૦ કલાકે ધારેશ્વર મહાદેવ મંદીર ખાતે થશે. અને યજ્ઞની પુર્ણાહુતી તારીખ 06ને શુક્રવારે ૦૨:૩૦ કલાકે પુર્ણાહુતી કરાશે.
આ યજ્ઞના આચાર્ય ધારેશ્વર મહાદેવ પરમ ઉપાસક શાસ્ત્રી રાજુભાઈ વેદ વિશારદ (આંદરણા વાળા) અને આચાર્ય જયંતીલાલ જોશી હિન્દુ શાસ્ત્ર મુજબ શિવ આરાધના સાથે મહારુદ્ર યજ્ઞ કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહનભાઈ કુંડારીયા સાંસદ સભ્ય, હરજીવનભાઈ કુંડારિયા, ચુનીલાલ કુંડારિયા,વાલજીભાઈ કુંડારિયા સહિત કુંડારિયા પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

   
 
   

(11:12 pm IST)