સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd May 2022

ભારતીય સેનાના નિવૃત સુબેદાર મેજર બગડાનું વતન મોટી પાનેલીમાં સમસ્‍ત ગ્રામજનો દ્વારા ભવ્‍ય સ્‍વાગત

બત્રીસ વર્ષ દેશના બાર રાજ્‍યોમાં ફરજ બજાવી વતન વાપસી : આર્મી એ કોઇ સર્વિસ નથી, માતૃભૂમિ પ્રત્‍યે પ્રેમ અને જુસ્‍સો છે : સુબેદાર બગડા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૨: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના મૂળ વતની એવા બગડા જીવરાજભાઈ આજથી બત્રીસ વર્ષ પહેલા ડિસેમ્‍બર ૧૯૮૯માં ભારતીય ફૌજમાં ભરતી થયાં.

બેંગલુરુમાં પાંચ વર્ષની આકરી ટ્રેંનિગ લઈને ભારતીય સેના સાથે જોડાયા પ્રથમ પોસ્‍ટિંગ આસામ માં થઇ આસામ બોર્ડર ઉપર અને બોડો ઉગ્રવાદીઓ ના સતત આક્રમણ સામે વિચલિત પરિસ્‍થિતિમાં ત્રણ વર્ષ સેવા બજાવી ત્‍યારબાદ ઉત્તરપ્રદેશના બરેલી ખાતે પોસ્‍ટિંગ મળી જયાં પણ તેઓ ત્રણ વર્ષ સેવા બજાવી બાદ હરિયાણાના અંબાલા ખાતે પોસ્‍ટિંગ થઇ જયાં સતત ચાર વર્ષ સુધી સેવા બજાવી બાદ લેહ લદાખ માં પોસ્‍ટિંગ મળતા માઇન્‍સ ચાલીસ ડિગ્રી ટેમ્‍પરેચર માં ભારે વિકટ પરિસ્‍થિતિ માં અડીખમ રહી માં ભોમ ને કાજ સતત બે વર્ષ સુધી બરફ ની ચાદર માં સેવા બજાવી ત્‍યારબાદ વિશ્વ શાંતિ ફોર્શ માટે સિલેક્‍ટ થયાં જેમાં વિશ્વના આઠ જેટલાં દેશોની આર્મી એક્‍શાથે અભ્‍યાસ કરે છે તે વિશ્વ શાંતિ ફોર્સ સાથે જોડાવા સાઉથ આફ્રિકાના સુદાન માં એકવર્ષ રહ્યા ત્‍યાંથી પરત ફરતા જમ્‍મુ કાશ્‍મીર ઈન્‍ડો પાક બોર્ડર પર અખનૂર અને જોરિયા ક્ષેત્રમાં પાકિસ્‍તાન પરત ગદ્દારો સામે અને આંતકવાદીઓના ઓથાર નીચે છપન્ન ઇંચની છાતી રાખી માતૃભૂમિ પ્રત્‍યેના જુસ્‍સાને પોતાના હૃદયમાં સ્‍થાપી અત્‍યંત વિકટ પરિસ્‍થિતિ વચ્‍ચે એવા ડેન્‍જર વાતાવરણમાં ડ્‍યુટી નિભાવી, જયારે યુરી એટેક કર્યો ત્‍યારે સુબેદાર બગડા ની ડ્‍યુટી નાગરોટા માં હતી ત્‍યારે સતત ચોવીસ કલાક પેટ્રોલિંગ સાથે બોતેર બોતેર કલાક અડીખમ રહીમાં ભોમ માટે સેવા બજાવી એટલુંજ નહીં પોતાને વતન જવા મળેલ ચાર મહિનાની રજા પણ કેન્‍સલ કરી પોતાની ફરજને મહત્‍વ આપેલ વર્ષ બે હજારની સાલમાં રાજસ્‍થાનના રણ પ્રદેશમાં બળબળતા તાપમાં ૪૮ ડિગ્રી તાપમાનમાં માત્ર ટેન્‍ટમાં રહી પોતાની ફરજ અદા કરી હતી પોતાની ફૌજી જવાન તરીકે અગ્‍યાર થી બાર રાજયોમાં ડ્‍યુટી નિભાવી જે હર કોઈ ફૌજી ને આવો અવસર પ્રાપ્ત નથી થતો ભારતી સેનામાં સુંદર કામગીરી થી પોતાના સેવા નિવૃત્તિ સુધી ચાર ચાર પ્રમોશન પ્રાપ્ત કરી વિશ્વ ની ચોથા નંબર ની વિશાળ આર્મીના ઉચ્‍ચ હોદા પર એટલેકે સુબેદાર મેજર તરીકે ની પોસ્‍ટ મેળવી સતત બત્રીસ વર્ષ માં ભારતીય ની સેવા કરી અંતે તારીખ ત્રીસ એપ્રિલ ના રોજ તેઓ નિવૃત થતા આજે તેમના વતન મોટી પાનેલી પધારતા પાનેલીના સમસ્‍ત ગ્રામજનોએ સુબેદાર મેજર બગડાનું ભવ્‍ય સ્‍વાગત ડીજે સંગીત અને ફુલહાર સાથે કરી પાનેલી ગેટ પર થીજ તેમને આખા ગામના મેઈન રોડ પર ખુલ્લી જીપમાં બેસાડી ભવ્‍ય સન્‍માન યાત્રા કાઢી હતી જે દરમિયાન સર્વ ગ્રામજનોએ તેમનું સન્‍માન કરતા મેજર સુબેદારે સર્વોનું અભિવાદન ઝીલ્‍યું હતું પાનેલીના સમસ્‍ત ગ્રામજનો સાથે ગામના આગેવાનોએ મેજર સુબેદાર બગડાનું સન્‍માન ફુલહારથી કરેલ આ તકે સુબેદાર બગડા જણાવેલ કે ભારતીય આર્મીમાં જોડાવું એ કોઈ સર્વિસ નથી માતૃભૂમિ પ્રત્‍યેનો જુસ્‍સો છે પ્રેમ છે.

(11:29 am IST)