સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st February 2023

દારૂના ગુનામાં ફરાર આરોપીને જામનગર એલસીબીએ બાતમીના આધારે ઝડપી લીધો

જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુનામાં 11 મહિનાથી નાસતો ફરતો દ્વારકાના ધીણકી ગામનો રહેવાસી ડુંગરાભા અરજણભા માણેક નામનો શખ્સ જામનગરના પવનચકી પાસે આવેલ હોય તેવી બાતમી જામનગર એલસીબીના અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા અને રાકેશભાઈ ચૌહાણને મળતા ડુંગરાભાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:05 am IST)