ભાવનગરના ત્રાપજ ગામે બે સગા ભાઇઓને શોક લાગતા મોત
ભાવનગર તા.૧ : તળાજાના ત્રાપજ ગામેᅠ વાડીમાં ખેત મજૂરી કરતા પરિવારના બે માસૂમ બાળકોને ગ્રામ પંચાયતની મોટર જે ગામમાં પાણી સપ્લાય કરતી હતી. ઈલેક્ટ્રીક મોટરમાંથી કરંટ પસાર થઈ તાર ફેનસિંગને અડતા ત્યાં રમતા બાળકોને કરંટ લાગતા બંને મોતને ભેટ્યા હતા. ᅠઅરેરાટી ઉપજાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ત્રાપજ ગામના ભાવશંગભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા નાનજીભાઈ સોલંકીના બે પુત્ર કાળું (ઉ.વ.૮) અને સંતોષ (ઉ.વ.૭) ને ઇલેક્ટ્રિક શોક લાગતા બંને પ્રભુને શરણે થયા હતા.ᅠ બનાવના પગલે ત્રાપજ ગ્રામ પંચાયત સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલ,અગ્રણી દીગુભાં ગોહિલ સહિતના દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ વાડી નજીકથી ગામનો જલમ કૂવો હોય ત્યાંથી પંચાયત દ્વારા મોટર મૂકી પાણી સપ્લાય કરવામાં આવે છે. તેનો વાયર વાડીના તાર ફેન્સિંગને અડીને હોય વાયર ક્રેક થવાના કારણે આ દુઃખદ ઘટના બન્યાની શક્યતા છે.