News of Thursday, 1st December 2022
નાના માંડવા ગામે સ્મશાનગૃહમાં શેડ બનાવાયો
જસદણ : ગોંડલ તાબેના નાના માંડવા ગામે સ્મશાનમાં ડાઘુઓને રાહત મળે તે માટે શેડનું દાતાઓએ નિર્માણ કર્યું હતું. આ અંગે નાના માંડવાના સામાજિક કાર્યકર ભાવેશભાઈ ઠુંમરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગામનાં સ્મશાનગળહમાં લાંબા સમયથી ડાઘુઓ માટે શેડ ન હોવાથી તાજેતરમા અનિલભાઈ ઉકાભાઈ વેકરીયાના સહયોગથી તીર્થ એગ્રોની મદદથી એક સ્ટીલનો શેડ ઊભો કરી દેવામાં આવતાં નાના માંડવા ગામનાં લોકોમાં ભારે રાહત મળી છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી જસદણ)
(12:30 pm IST)