સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 1st November 2020

મોરબીમાં સૌપ્રથમ વાર મહાન ક્રાંતિકારી ચંન્દ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ

ચંદ્રશેખર આઝાદના પ્રપૌત્ર અમિત આઝાદે વિડિયો કોલ કરીને શુભેચ્છા પાઠવી

મોરબીમાં ઘુનડા-રવાપર રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું, આ કાર્યક્રમમાં યુવાનોમાં દેશભક્તિને લઈને જોષ જોવા મળ્યું હતું. અને ફટાકડા ફોડી ઉત્સાહ પુર્વક દેશને માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરાયું.

આ કાર્યક્રમની વિશે ક્રાંતિકારી સેનાના ભુમિતભાઈ કૈલેયા દ્વારા ચંદ્રશેખર આઝાદના પ્રપૌત્ર અમિત આઝાદજી જાણ થતાં અમિત આઝાદજીએ વિડિયો કોલ કરીને ચંદ્રશેખર આઝાદની પ્રતિમા નિહાળી હતી. અને ક્રાંતિકારી સેનાને વધુમાં વધુ દેશભક્તિના કાર્ય કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંન્દ્રશેખર આઝાદની પ્રતિમા મુકવી એ અમારૂ સ્વપ્ન હતું, એ આજે પુરૂ થયુ છે. અને તમામ મોરબીવાસીઓમાં ક્રાંતિકારી વિચાર જાગે તથા આવનારી યુવા ક્રાંતિકારીઓ વિશે જાણે તે માટે અમે હમેંશા કાર્ય કરીએ છીએ. અને આવનાર દિવસોમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવી અને સમગ્ર મોરબી દેશભક્તિના રંગમા રંગાઈ જાય એવા કાર્યક્રમો આપતા રહીશું.

(7:12 pm IST)