મૂળીમાં દારૃ પકડાયો
વઢવાણ તા. ૧ : મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બાબુભાઇ ખેતાભાઇ પારધી રહે.ગોદાવરી ગામની સીમ, વામન ફેકટરી પાસે તા.મુળી વાળાએ પોતાના મકાન સામે આવેલ છાપરામાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખી વિદેશી દારૃનું વેચાણ કરે છે તેવી હકીકત મળતા એલ.સી.બી. ટીમ દ્વારા રેઇડ કરતા વિદેશી દારૃની શીલબંધ બોટલો નંગ-૪૨ કી.રૃા.૨૧,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૪૪ કી.રૃા.૪૪૦૦/- તથા દેશી દારૃ લીટર-૨૬/ કી.રૃા.૫૨૦/- મળી કુલ રૃા.૨૫,૯૨૦/- નો મુદામાલ રાખી ગુનો કરેલ હોય મુદામાલ કબ્જે કરી મજકુર ઇસમ વિરૃધ્ધ -ોહી ધારા મુજબ મુળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પો.સબ ઇન્સ. વી.આર.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.હેડ કોન્સ. લક્ષ્મણસિંહ હરીચન્દ્રસિંહ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા પો.કોન્સ. અનિરુધ્ધસિંહ ભરતસિંહ એ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે સફળ રેઇડ કરી વિદેશી દારૃ / દેશી દારૃનો જથ્થો પકડી પાડી કવાલીટી કેશ કરેલ છે.