સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st October 2022

લાઠીમાં ઓસ્‍કાર એવોર્ડમાં નોમિનેટ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો'ના બાળ કલાકાર વિજય મેર અને લાઇન પ્રોડ્‍યુસર કશ્‍યપ કપટાનો સન્‍માન સમારોહ યોજાશે

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૧ : ઓસ્‍કારમાં નોમિનેટ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લા શો'ના બાળ કલાકાર વિજય મેર અને પ્રોડ્‍યુસર કશ્‍યપ કપટાનો સત્‍કાર સમારોહ જાણીતા સારસ્‍વત પાન નલિનની કલા પારખું ડો. વસંત પરીખની અધ્‍યક્ષતામાં શિવમ જવેલરના મોભી દુલાભાઈ શંકર દ્વારા ઉદ્ધાટન તળે  ભવાની જેમ્‍સના સૌજન્‍યથી યોજાશે. લાઠીના અણમોલ રત્‍નો બંને નવોદિત યુવાનોએ વિશ્વની ફિલ્‍મ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ઓસ્‍કાર એર્વોડમાં નોમિનેટ થયેલ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો'માં બાળ કલાકાર વિજય મેર અને લાઇન પ્રોડ્‍યુસર કશ્‍યપ કપટા એ મહત્‍વ ની ભૂમિકા અને પ્રદાન આપ્‍યું છે તેથી લાઠીના આ નવોદિતનો સન્‍માન સમારોહ યોજાશે. વૈશ્વિક ફલક ઉપર કલાપી નગર લાઠીનું નામ રોશન કરનાર બંને નવોદિતનો સત્‍કાર સમારોહને લઈ સમગ્ર શહેર ની સામાજિક સ્‍વૈચ્‍છિક ધાર્મિક સંસ્‍થામાં અદમ્‍ય ઉત્‍સાહ  શહેર માં કલાપી વિનય મંદિર ખાતે તા.૯/૧૦ ને શનિવારના રોજ મુખ્‍ય મહેમાન જીતુભાઇ ડેર - ડિસ્‍ટ્રિકટ ચેરમેન લાયન્‍સ કબલ અમરેલી જનકભાઈ તળાવીયા અગ્રણી ઉદ્યોગ રત્‍ન ડો.કાલિન્‍દીબેન પરીખ - કવયિત્રી, અમરેલીની પ્રેરક ઉપસ્‍થિતિમાં શહેરની વિવિધ સંસ્‍થા વ્‍યક્‍તિઓ દ્વારા ભવ્‍ય સત્‍કાર સમારોહ યોજાશે. શ્રી બિલેશ્વર યુવક મંડળ મનિષાબેન પાડા, પ્રમુખ નગરપાલિકા સંતોક બા મેડિકલ સેન્‍ટર, લાલજીદાદાનો વડલો, માર્કેટીંગ યાર્ડ , બાપા સીતારામ સેવા ટ્રસ્‍ટ, મહાકાળી નવરાત્રી નાટક મંડળ,  સિધ્‍ધી વિનાયક મંડળ, વિર હમીરસિંહજી  સ્‍મળતિ ટ્રસ્‍ટ,  લાઠી શરાફી સહકારી મંડળી, જીવદયા સુંદરકાંડ ગળપ, પ્રજા મંડળ સંઘવી સ્‍કુલ  હિન્‍દુ ધર્મ સેવા  ભારતીય શિક્ષણ સેવા મંડળ,  કલાપી ફી લાઈબ્રેરી,  મીત ફાઉન્‍ડેશન, ચામુંડા છોરૂ ગળપ સહિત બે ડઝન થી વધુ સંસ્‍થાઓ દ્વારા બંને નવોદિતને સત્‍કાર અભિવાદન કરશે તેમ આરાધના ટ્રસ્‍ટના ઇતેશ કે. મહેતા, પ્રમુખ એમ.પી. રામાણી,  ટ્રસ્‍ટી ભરતભાઈ પાડા, હરેશ પઢીયાર, રાજુ રીઝીયા ટ્રસ્‍ટીની યાદીમાં જણાવ્‍યું છે.

 

(11:39 am IST)