સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

મોરબી:બિશ્નોઇ ગેંગના ખંડણી કેસમાં સગીર વયનો આરોપી જામીન મુક્ત.

આરોપી સગીરના માતા-પિતા દ્વારા મોરબીની પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરાઈ હતી

મોરબી :પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલી બિશ્નોઇ ગેંગનું નામ આજથી 2 માસ પહેલા મોરબીમાં ચર્ચામાં આવ્યું હતું.જેમાં અજાણ્યા ઈસમે લોરેન્સ બીશ્નોઇ ગેંગનો માણસ હોવાની ઓળખ આપી મોરબીના વેપારી અનિલભાઈ વલ્લભભાઈ કગથરા પાસે રૂ.25 લાખની ખંડણી માંગી હતી અને જો પૈસા નહીં ચૂકવે તો તેને જાનથી મારી નાખવાંની ધમકી આપવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર પણ કાયદાના સંધર્ષમાં આવ્યો હતો

આ કેસમાં આરોપી સગીરના માતા-પિતા દ્વારા મોરબીની પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જ્યાં સગીર પક્ષે મોરબીના જાણીતા વકીલ યોગીરાજસિંહ જાડેજા રોકાયેલા હતા. તેમની ધારદાર દલીલો થકી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટના જજ દ્વારા સગીરને જામીન પર છોડવાનો હુકમ આપવામાં આવ્યો હતો.  આ કામગીરીમાં યોગીરાજસિંહ જાડેજા સાથે  ભરતસિંહ ઝાલા અને રોહિતસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(12:25 am IST)