સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st October 2020

માળીયા હાટીનામાં અડધી કલાકમાં અનરાધાર એક ઇંચ

માળીયા હાટીનામાં ચાર વાગે અનરાધાર વરસાદ શરૂ થયો હતો જે અડધી જ કલાકમાં એક ઇંચથી વધારે ર૭ મી.મી. પાણી પડયું છે. આ વરસાદ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે. ઘણા બધા ખેતરોમાં મગફળી કાઢવાનું કામ ચાલે છે આવા ખેડૂતોને મોટા પાયે નુકશાની થયેલ છે. મુંગા પશુ માટેના ચાર ને પણ મોટા પાયે નુકશાની થયેલ છે. મોસમનો કુલ વરસાદ ૧૭રર એટલે કે ૬૯ ઇંચ પાણી પડતા ખેતરો પાણી પાણી થઇ ગયા છે. (અહેવાલ : મહેશ કાનાબાર)

(11:35 am IST)