News of Wednesday, 1st September 2021
અમરેલી અને પોરબંદરમાં પણ સાર્વત્રિક વરસાદ
બાબરા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા
અમરેલી અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ, બાબરા,વડીયા, રાજુલા, ખાંભા, બગસરા, ધારી અને લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બાબરા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ગામની બજારોમાં પાણી ભરાયા હતા.
(12:43 am IST)