News of Wednesday, 1st September 2021
જામનગર જીલ્લાના હડિયાણામાં અડધો ઇંચ : હાલારમાં અન્યત્ર ઝાપટા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧ : જામનગર જીલ્લામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
આજે સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના હડિયાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
જ્યારે જામનગર શહેર, જામજોધપુર, લાલપુર અને જામજોધપુરના પરડવામાં ઝાપટા પડ્યા છે.
(12:26 pm IST)