સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

કાલાવાડ પંથકમાં વાડીએ નિંદ્રાધીન યુવાન પર હૂમલો

જામનગર, તા.૧: કાલાવડ તાલુકાના ખટ્ટલ ગામે રહેતા મોહનસિંહ બિરસિંહ મૌનસિંહ બધેલ, ઉ.વ.પપ એ ફરીયાદ નોંધાવી છે કે,  ચારણ પીપળીયા ગામે રસીકભાઈ લવજીભાઈ રામાણીની વાડીએ મોહનસિંહના દિકરા રવિભાઈ મોહનસિંહ બધેલ ઉ.વ.રપ ખાટલા ઉપર સુતા હતા ત્‍યારે આરોપી કોઈ અજાણ્‍યા ઈસમોએ હુમલો કરી પથ્‍થર વડે ગંભીર ઈજાઓ કરી રવિભાઈનું ખુન કરવાની કોશીશ કરી ગુનો કરેલ છે.

વાસજાળીયા ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. માનસંગભાઈ રવજીભાઈ ઝાપડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, વાસજાળીયા ગામમાં ગેબનશાહ બાપુની દરગાહ પાસે સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ અબ્‍દુલભાઈ સુલેમાનભાઈ કેશુર, સમીરભાઈ અબુભાઈ ચાવડા એ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૪૯૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી શબ્‍બીર સલીમભાઈ ચાવડા ફરાર થઈ ગયેલ છે.

મહીકી ગામે જુગાર

જામજોધપુરપોલીસ સ્‍ટેશનના  કોન્‍સ. પોલાભાઈ દેવાભાઈ આડેદરા એ ફરીયાદ નોંધાવી છે કે, મહીકી ગામ તરફ જતા રસ્‍તે આવેલ પુલ પાસેથી પસાર થતા ખાલી પાણીના વોકળાના કાંઠે આવેલ બાવળના ઝાડ નીચે ખુલ્લા પટમાં આરોપીઓ અશોકભાઈ ઉર્ફે નાગો વાલજીભાઈ કુડેચા, ભીખાભાઈ ઉર્ફે કાળુભાઈ ઘેલાભાઈ ડાભી, ભુપતભાઈ સંગ્રામભાઈ કુડેચા, કમલેશભાઈ ઉર્ફે રણજીતભાઈ નટુભાઈ ચૌહાણ પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૪રર૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ચંદુભાઈ ઉર્ફે જેશાભાઈ બાબુભાઈ ચૌહાણ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:01 pm IST)