સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

ગોંડલ ફોરેસ્‍ટ યુથ કલબ દ્વારા સુવર્ણપ્રાશન વિનામૂલ્‍યે અપાશે

ગોંડલ, તા.૧: ગોંડલ ફોરેસ્‍ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા શનિવારે પુષ્‍યઅમૃત યોગ અન્‍વયે પંચવટી સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર,રામ નગર,ભવનાથ નગર ૧-૨ તેમજ આસપાસ ની સોસાયટીના ૧ થી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્‍યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..

તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્‍યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ આપવામાં આવશે..

વૈદિક પદ્ધતિથી અને અમૂલ્‍ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસ માં ખૂબ જ ઉપયોગી ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્‍યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્‍યે પૂરું પાડવામાં આવે છે...

આ સુવર્ણપ્રાશન સેવા પંચવટી સોસાયટી,ગણપતિજી ના મંદિર સામે,હિતેશભાઈ દવેના નિવાસ સ્‍થાને તા.૨જી જુલાઈ શનિવારે સવારે ૧૦ વાગ્‍યા થી બપોરના ૨ વાગ્‍યા સુધી સેવાનો લાભ મળશે.

પંચવટી સોસાયટી, સહજાનંદ નગર રામનગર, ભવનાથનગર ૧-૨ તેમજ આસપાસના બાળકો આ વ્‍યવસ્‍થાનો લાભ લ્‍યે તેવી અપીલ કરવામાં આવેલ છે..

હિતેશભાઈ દવે રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવશે...જેમાં કિરણબેન દવે,જયશ્રીબેન જોશી, સહયોગ કરી રહ્યા છે.

(10:54 am IST)