સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરમાં વરસાદી માહોલ; ભારે બફારાથી લોકોને રાહત મળી

દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. ભારે બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ગઈ કાલે અમાસના દિવસે પણ દરીયો તોફાની બન્યો હતો અને દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉછળતા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. જયાં પ્રવાસીઓ દરિયાના મોજાની જોખમી મજા માનતા નજરે પડયા હતા. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના કેટલાક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

(12:52 am IST)