A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_saurashtra_news.php

Line Number: 16

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_saurashtra_news.php
Line: 16
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Saurashtra_news.php
Line: 92
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

સૌરાષ્ટ્ર-કચ્છ
સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November -0001

સાવરકુંડલાના વિજપડીમાં વિકાસ સમિતિ ગ્રામ પંચાયતની ચૂંટણી જંગમાં

 

 

વિજપડી તા. ૧૯ : સાવરકુંડલાના વિજપડીના એડવોકેટ યાકુબભાઇ રસભર્યા પ્રેરીત વિજપડી વિકાસ સમિતિએ ચુંટણીના મેદાનમાં પેનલ ઉતારી છે. જેમાં સરપંચ પદના ઉમેદવાર આસુબેન ખોખર સહિત છ મહિલાઓ અને પાંચ પુરૂષોએ ઉમેદવારી નોંધાવેલ છે. વોર્ડ નં. ૯ના ઉમેદવાર શીંગાળા કમળાબેન મુકેશભાઇ બિનહરીફ થયેલ છે. જ્યારે વોર્ડ નં. ૬માં બંને પેનલને ઉમેદવારના અભાવે વોર્ડ ખાલી રાખ્યો છે.

વોર્ડ નં. ૧માં કાકલોતર હંસાબેન કાંતિભાઇ, વોર્ડ નં. ૨માં ગોઠડીયા હંસાબેન નાગજીભાઇ, વોર્ડ નં. ૩માં કમાણી ગીતાબેન છગનભાઇ, વોર્ડ નં. ૪માં ખોખર રોશનબેન કાળુભાઇ, વોર્ડ નં. ૫માં મુલ્તાની જેતુનબેન હનીફભાઇ, વોર્ડ નં. ૭માં ચૌહાણ રહેમાનભાઇ હબીબભાઇ, વોર્ડ નં. ૮માં બેલીમ દાદુભાઇ પીરભાઇ, વોર્ડ નં. ૯માં શીંગાળા કમળાબેન મુકેશભાઇ (બીનહરીફ), વોર્ડ નં. ૧૦માં વાઘેલા સંજયભાઇ ધીરૂભાઇ, વોર્ડ નં. ૧૧માં ગોઠડીયા લાલજીભાઇ પુંજાભાઇ, વોર્ડ નં. ૧૨માં રાઠોડ મુકેશભાઇ કાબાભાઇએ ઉમેદવારી કરી છે.

૧૯૯૦થી કાર્યરત એડવોકેટ યાકુબભાઇ રસભર્યાએ ૨૦૦૬માં શ્રી વિજપડી વિકાસ સમિતિની સ્થાપના કરીને કન્વીનરપદે સેવા આપી રહ્યા છે. આ પેનલમાં કોંગ્રેસ - ભાજપ બંને સાથે સંકળાયેલા તેમજ કેટલાક બીન રાજકીય ચહેરાઓ ચુંટણી જંગમાં ઉતાર્યા છે. તેમ સમિતિના સહકન્વીનર કશ્યપભાઇ ભટ્ટ તથા સહકન્વીનર એડવોકેટ ગુણવંતભાઇ ગોંડલીયાની યાદીમાં જણાવ્યું છે.(૨૧.૪)

 

(12:27 pm IST)