Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જેતપુર ખાતે પશુઓની ચોરી કરતા શખ્સો CCTVમાં કેદ થયા

જેતપુર ખાતે પશુ ચોરીનો પર્દાફાશ થયો છે. જેતપુરના અનેક  વિસ્તારોમાંથી પશુ ચોરીની ફરિયાદો મળતા આખરે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. છેલ્‍લા એક અઠવાડીયાથી વધુ પ્રમાણમાં ઢોરોની ચોરી થતી હતી.

જેથી માલધારી યુવાનોએ રાત્રે પેટ્રોલિંગ કરવાનુ શરૂ કરેલા. તેવામાં ગત રાતના ચારેય શખ્સો એક બોલેરો જીપમાં એક ગાયને ક્રૂરતા પૂર્વક બાંધીને શહેરના ટાકુડીપરામાંથી લઈ જતા હતા. તેઓની પૂછપરછ કરતા શખ્સોએ ચોરીની કબૂલાત કરતા તેઓને પોલીસના હવાલે કરી દેવાયા હતા.

(11:16 pm IST)