Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મોરબીમાં લવ મેરેજના મનદુઃખનું સમાધાન કરવા બોલાવી ઈસ્માઈલ પર કાર ચડાવી પતાવી દેવા પ્રયાસ

મહમદહનીફ ઉર્ફે મમ્મુ, ભત્રીજા આસિફ, ઈમરાન, સિરાઝ ઉર્ફે દુખી, ઈમ્તીયાઝ, મકબુલ તથા પાંચ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયો

મોરબી, તા. ૨૦ :. મોરબીના મકરાણીવાસમાં પ્રેમલગ્ન કરનાર મુસ્લિમ શખ્સોએ તેના સસરા સાથે સમાધાન કરી લેવાનું કહેતા અને મુસ્લિમ યુવાને તેમ નહીં કરતા તેના પર અગીયાર શખ્સોએ હુમલો કરી તેની મોટરકારમાં તોડફોડ કરતા પોલીસે હત્યાની કોશિષનો ૧૨ શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના મકરાણીવાસમાં રહેતો ઈસ્માઈલભાઈ ભારમામદ બ્લોચ (મકરાણી) (ઉ.વ. ૨૫)એ મોરબી એ-ડિવીઝન પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે પ્રેમલગ્ન કર્યા છે. દરમિયાન ગઈકાલે મહમદહનીફ ઉર્ફે મમ્મુદાઢી, તેનો ભત્રીજા આસીફ, ઈમરાન, સિરાજ ઉર્ફે દુખી પોપટીયા, ઈમ્તીયાઝ મમ્મુભાઈ, મકબુલ મમ્મુભાઈ ઓસમાણ મેમકા (રહે. બધા ખાટકીવાસ) તેમજ પાંચ અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા અને તારા સસરા સાથે સમાધાન કરી લેતેવુ કહ્ના હતુ પરંતુ પોતે તેમ કરવાની ના કહેતા અને આરોપીએ તેનો ખાર રાખતા મહમદ હનીફે છરી કાઢી પોતાના ડાબા હાથના અંગુઠામાં ઈજા પહોંચાડી હતી અને અન્ય એક શખ્સે ધોકા વડે મુંઢ માર માર્યો હતો તેમજ પોતાની ઓફિસ તથા તેના ભાઈની કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી મહમદ હનીફે પોતાની કાર જીજે ૩૬બી ૩૨૭૬ પોતાના પર ચઢાવી ઈરાદાપૂર્વક મોત નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોતે ખસી જતા બાજુમાં ઉભેલા સાહેદ સરફુરામ ઉર્ફે ગભરૂને ભટકાતા તેના ડાબા પગે ફ્રેકચર જેવી ઈજા થયાનું અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવાયુ છે. પોલીસે અલગ અલગ કલમો લગાડી આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કુબેરનાથમાં રહેતા આમદ પર હુમલો

મોરબીના કુબેરનાથ શેરીમાં દરીયાલાલના મંદિર પાસે રહેતા આમદ ઈસ્માઈલ મતવાને નહેરૂ ગેઈટ પાસે જનસેવા ગેસ્ટહાઉસ પાસે એકાએક ભેટો થયેલ સલેમાન હાજી મતવાએ પોતાની પુત્રવધુની ચુંદડી એકાદ વર્ષ પહેલા સળગી ગયેલ તેનુ શું થયુ ? કહી આમદભાઈને ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.(૨-૭)

(3:03 pm IST)