Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ફકીર જમાતનો એસ.સી/ એસ.ટી.માં સમાવેશ કરો... વાંકાનેરમાં આવેદન પત્ર

વાંકાનેરઃ અહીયા સમસ્ત ફકીર જમાત તથા ફકીર અધિકાર મંચના અગ્રણીઓ ઇરફાનશા સુહરાવદી, રહીમશા સુહરવદી, યાશીનશા-શાહમદાર, મુસ્તુફાબાપુ ફકીર, આરીફશા દીવાન સહીતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં મળેલી મીટીંગમાં ફકીર જમાતને સરકારી લાભ મળવા અપાવવા માટે સંગઠન રજુઆતો સહીતના કાર્યક્રમોની ચર્ચા વિચારણા થઇ હતી.. સાથે જ સેવા સદન ખાતે રાજયપાલ મુખ્યમંત્રીને સંબોધીલ આવેદન પત્ર નાયબ મામલતદાર શ્રી ગઢવીને અર્પણ કરી જણાવ્યુ હતુ કે, રાજયમાં ૧૬ લાખ અને સૌરાષ્ટ્રમાં સાત લાખથી વધુ ફકીર જાતીના લોકો વસવાટ કરી રહ્યા છે. ફકીર જમાતને અતી પછાત જાતીમાં સરકારશ્રીએ સમાવેશ કર્યા છે, પરંતુ જરૂરી લાભ મળતા નથી મુસ્લીમ ધાર્મિક સ્થાનોમમાં સેવા-પુજા કરતા સમાજના ઘણા લોકોને બી.પી.એલ.કાર્ડ પણ મળ્યા ન હોવાથી મળવા પાત્ર સહાયોથી વંચીત રહે છે. ભીક્ષા વૃતી સાથે સંકાળેલ જમાતને સ્વમાન ભેર જીવવા માટે સત્વરે એલ.સી/એસ.ટી.માં મળતા લાભો રાજય સરકાર દ્વારા આપવામાં નહિ આવેતો નાછુટકે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ઉગ્ર ચીમકી ઉચ્ચારાઇ છે તસ્વીરમાં આવેદન પાઠવાનુ દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ તસ્વીરઃ નિલેશ ચંદારાણા)

(12:32 pm IST)